વહેલાલ તીર્થ એટલે અમદાવાદ-દહેગામ રોડ ઉપર
૨૧ કિ.મી.ના અંતરે આવેલ એક અભિનવ તીર્થભૂમિ ..
વહેલાલ ગામનો સંક્ષિપ્ત પરિચય :
વહેલાલ ગામ અમદાવાદ-દહેગામ રોડ ઉપર ૨૧ કિ.મી.ના અંતરે આવેલ છે
અત્યંત પ્રગટપ્રભાવી પદ્માવતી માતાજીના નરોડાથી ફક્ત ૧૪ કિ.મી.ના અંતરે આવેલ છે. વિ.સં.૫૭૫ માં વેલા ભરવાડે આ ગામ વસાવેલ હતું. આજે લગભગ ૧૨૦૦ ઘરો વહેલાલમાં વસવાટ કરે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રસાદીનું ગામ કહેવાય છે.
જૈન મંદિર ઉપરાંત સ્વામિનારાયણ મંદિર અને પારાથી બનેલ શીવલીંગનું બેનમૂન પારદેશ્ર્વર મહાદેવનું પણ મંદિર છે. જ્યાં કેન્સરના રોગની વિનામૂલ્યે સારવાર માટે દેશ-વિદેશથી લોકો આવે છે.
જૈનોના કુળદેવી બ્રહ્માણી માતાજીનું મંદિર પણ તળાવ પાસે આવેલું છે. એન્જિનિયરીંગ, બી.એડ., એમ.બી.એ., નર્સિંગ કૉલેજ ગામમાં શરૂ થયેલ છે. અમદાવાદથી લાલદરવાજાથી ૧૨૫ નંબરની બસ ડાયરેક્ટ વહેલાલ આવી શકાય છે.