
સ્વ.શેઠ શ્રી કાંતિલાલ અમૃતલાલ શાહ
(ભૂતપૂર્વ પ્રમુખ, વહેલાલ)
વહેલાલ તીર્થના ઇતિહાસમાં સહુથી મોટું યોગદાન વહેલાલના દાનવીર શેઠશ્રી કાંતિકાકાનું રહેલું છે. જિનાલય 100 વર્ષની ભવ્ય ઉજવણી પરમાત્માને ઉત્થાપન કરી.
અમદાવાદ શહેરમાં લઈ જવાના વિચાર સામે પરમાત્મા ગામમાં જ રાખવા દ્રઢ નિશ્ર્ચય દ્વારા જિનાલય સાચવ્યું. સંઘના નાના-મોટા દરેક આયોજનમાં તેઓનું યોગદાન અચૂક રહેતુ. સાત ક્ષેત્રમાંના એક પણ ક્ષેત્રમાં દ્રવ્યની ખોટ ના વર્તાય તે માટે સજાગ રહેતા હતા.
વહેલાલ સંઘ ઉપરાંત વતન પ્રેમી કાંતિકાકાનું વહેલાલ ગામમાં પણ ખૂબ જ મોટું યોગદાન રહેલ છે. દર મહીને પૂનમ પછીના રવિવારે સ્નાત્રપૂજા શરૂ કરાવી. શ્રી વહેલાલ સંઘ હંમેશાં કાંતિકાકાનો ઋણી રહેશે.

સ્વ.શેઠ શ્રી નટવરલાલ જીવણલાલ શાહ
(ભૂતપૂર્વ પ્રમુખ, વહેલાલ)
શ્રી કાંતિકાકાએ પોતાની હયાતીમાં જ શ્રી નટવરલાલ વહેલાલનું પ્રમુખપદ સોંપી દીધેલ.
શ્રી નટવરલાલે જિનાલય 100 વર્ષ ઉપરાંત તીર્થ બનેલ હોઈ અને વહેલાલમાં જૈનો માટે સુંદર આવાસ વ્યવસ્થા માટે શ્રીસંઘના સહયોગ દ્વારા ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. દર વર્ષે ચૈત્રી માસની ઓળીનો પ્રારંભ કરાવ્યો.
શ્રી કાંતિકાકાએ સોંપેલ જિનાલયનો અમૂલ્ય વારસો સાચવવા તથા દીર્ઘદૃષ્ટિ દ્વારા વધુમાં વધુ વહેલાલના સભ્યો વહેલાલ આવે તે માટે તેમનું યોગદાન શ્રીસંઘ હંમેશા યાદ રાખશે.

શેઠ શ્રી વિનુભાઈ ચુનીલાલ શાહ
(વર્તમાન પ્રમુખ-વહેલાલ જૈન સંઘ)
તા.8.2.2001થી વહેલાલ જૈન સંઘમાં તેઓશ્રી પ્રમુખસ્થાને રહેલા છે અને કાંતિકાકા અન નટવરકાકાએ આપેલ શ્રીસંઘના અમૂલ્ય વારસાને પ્રગતિના પંથે લઈ જવાનું કાર્ય કરી રહેલ છે. 100 થી વધુ પ્રાચીન જિનાલય ર્જીણ થવાથી ગુરુભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવી જિનાલયનો જિર્ણોદ્ધાર કરાવી દેવવિમાન તુલ્ય જિનાલયનું નિર્માણ કરાવેલ છે.
શ્રીસંઘના દરેક સભ્યો કમિટી સભ્યોને સાથે રાખી સતત વહેલાલના વિકાસ માટે ચિંતન કરી જે વારસામાં મળેલ છે તે અદ્યતન કરી રહેલ છે. તેમનુ સૂત્ર એ છે કે “કામ કરે તે પ્રમુખ”
દર મહિને પૂનમ પછીના રવિવારે સ્નાત્ર મહોત્સવ, મહા સુદ પૂનમની સાલગિરિ, ચૈત્ર માસની ઓળી જેવા પ્રસંગો શ્રી સંઘના ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યા છે.